હાલ નગરમાં પીવાનું પાણી ૮ ટયુબવેલ મારફતે પુરુ પાડવામાં આવે છે.
ગુજરાત સરકારશ્રી ધ્વારા વિઝન-ર૦ર૦ને અનુલક્ષીને સ્વણીર્મ ગુજરાત-ર૦૧૦ અંતર્ગત નર્મદા યોજના આધારિત પાણી પુરવઠા યોજના અન્વયે સમગ્ર ધોળકા નગરમાં પીવાની પાણીની લાઈનો તથા ઓવરહેડ ટાંકીઓ તેમજ સમ્પ બનાવવાની કામગીરીનો આરંભ કરેલ છે. જે એક વર્ષમાં પૂર્ણ થતાં ધોળકા નગરને શુધ્ધ પાણી પુરવઠો પુરો પાડવાનું આયોજન કરેલ છે.
અગ્િન શમન સેવા :-
નગરપાલિકાએ એક ફાયર ફાયટર તથા મીની ફાયર ફાયર વસાવેલ છે તેમજ સરકારશ્રી ધ્વારા ડીઝાસ્ટર મેનેજમેન્ટના ભાગરૂપે વોટર બ્રાઉઝર -ર,ફાયર ફાયટર-૧ મળેલ છે. જે ધ્વારા નગરપાલિકા અગ્િન શમન સેવા પુરી પાડે છે.
જાહેર આરોગ્યની સેવા :-
ધોળકા નગરપાલિકા ધ્વારા જાહેર આરોગ્યની કામગીરી જે.સી.બી.મશીન-૧,ટ્રેકટર લોડર-૧,ટ્રેકટર વીથ ટ્રેલર-પ, મલજેટ મશીન-૧, વેકયુમ એમ્પ્ટીયર મશીન-૧ જેવા વાહનો તથા ૧૦૦ જેટલાં સફાઈ કામદારો ધ્વારા પુરી પાડવામાં આવે છે.
સ્ટ્રીટલાઈટ :-
નગરમાં ૩પ૦૦ જેટલા વિજ થાંભલા પર ટયુબલાઈટ તેમજ સોલાર લાઈટ ધ્વારા સ્ટ્રીટલાઈટની સુવિધા પુરી પાડવામાં આવે છે.
વાંચનાલય :-
નગરપાલિકા સંચાલિત શેઠ શ્રી લીલાધર લાયબ્રેરી ચલાવવામાં આવે છે.
શહેરી મેલેરીયા યોજના :-
પ૦ ટકા કેન્દ્ર સરકારશ્રી અને પ૦ ટકા રાજય સરકારશ્રીના મળી કુલ ૧૦૦ ટકા ખર્ચથી ધોળકા શહેરી મેલેરીયા યોજના અંતર્ગત ૧૭ કર્મચારીઓ ધ્વારા મેલેરીયા નાબુદીની કામગીરી નગરપાલિકા ધ્વારા કરવામાં આવે છે.