ધોળકા નગર નડિયાદથી ધોળકા અને ધોળકાથી સૌરાષ્ટ્ર તરફ જવા માટેના ધોરીમાર્ગને સાંકળતું નગર છે.તેથી ઘણીવાર વિરમગામની જેમ સૌરાષ્ટ્રનું પ્રવેશ દ્વાર પણ ગણાય છે. સૌરાષ્ટ્ર ચરોતર ભાલ નળકાંઠા અને ગુજરાત સાથે સંકળાયેલું ધોળકા નગર એ પંચરંગ ભૂમિનો પ્રદેશ ધરાવે છે. ધોળકા તાલુકાની જમીન અનાજ અને ફળોને ખૂબજ માફક આવે તેવી તથા સાનુકૂળ આબોહવા ધરાવતી છે. ધોળકા નગર ગુજરાતના પાટનગર ગાંધીનગરથી નૈરૂત્ય દિશામાં ૬પ કિ.મી. ના અંતરે અને અમદાવાદથી ૪૦ કિ.મી.ના અંતરે આવેલું છે. સૂકી આબોહવા ધરાવતું ધોળકા અમદાવાદ જિલ્લાનું એક તાલુકા મથક છે. ધોળકા જામફળ માટે સમગ્ર ભારતમાં વિખ્યાત છે.
|