ઈ.સ. ૧૮૦પ માં ધોળકા નગરની વસ્તી ૭૦,૦૦૦ જેટલી હોવાનું મનાય છે. ૧૮૩૧ માં દુકાળ તથા મહામારી રોગચાળાના કારણે નગરની વસ્તીમાં મોટા પ્રમાણમાં ઘટાડો થયો હતો. ૧૮૭ર માં ધોળકાની વસ્તી ર૦,૮પ૪ થઈ હતી.જોકે વળી પાછો તેમાં ઘટાડો નોંધાયો હતો. ૧૮૮૧ માં ૧૮,૦૦૦, ૧૯ર૧ માં ૧ર,૦૦૦ અને ૧૯૪૧ માં ધોળકાની વસ્તી ૧૭,૬૦૦ હતી. ૧૮પ૧ માં ધોળકાની વસ્તી ફરી લગભગ ર૦,૦૦૦ થઈ હતી. ર૦૦૧ની વસ્તી ગણતરી મુજબ નગરપાલિકાની હદની વસ્તી પ૩,૮ર૭ની છે. નગરપાલિકની હદની બહારની પણ નગરને અડીને આવેલી સોસાયટીઓની વસ્તીને ધ્યાને લઈએ તો નગરની વસ્તી આશરે ૮૦,૦૦૦ જેટલી થાય છે. ૧૯૯૧ની વસ્તી ગણતરી પ્રમાણે ધોળકાની વસ્તી ૪૯,૮૬૦ હતી. તેમાં ૯.૯ ટકા હરિજનો અને ૦.૩ ટકા જ હતો. ર૦૦૧ની વસ્તી ગણતરી મુજબ ધોળકા નગરમાં અનુસૂચિત જાતિની વસ્તી ૪.૩૦૪ અને અનુસૂચિત જનજાતિની વસ્તી ૩૪૧ વ્યકિતઓની હતી. ૧૯૯૧ થી ર૦૦૧ દરમ્યાન વૃધ્ધિ દર ર૦.૬૬ ટકા જેટલો હતો. ત્યારબાદ તે વધીને પછીના દસકામાં ૩ર ટકા જેટલો થયો છે |