ધોળકા નગરપાલિકાની સ્થાપ્ના ૧ લી મે ૧૮પ૬માં થયેલ છે. ગુજરાતમાં જે પાંચ નગરપાલિકાઓની સ્થાપ્ના સૌ પ્રથમ ૧૮પ૬-પ૭માં થઈ હતી તેમાં ધોળકા નગરપાલિકાનો સમાવેશ થાય છે.
નવા હદ વધારા સાથે ધોળકા નગરની સને ર૦૦૧ની વસતિ ગણતરી પ્રમાણે ૬૧૧૦૯ વ્યકિતઓની વસતિ ધરાવતું નગર છે. નગરની ચૂંટણી માટેના ૧ર વોર્ડ આવેલ છે,અને ચૂંટાયેલા સભ્ય સંખ્યા ૩૬ની છે.
સપ્ટેમ્બર ર૦૦૦માં ઉગતી વિકાસ શકીષણ સંગઠન ધ્વારા ધોળકા નગરપાલિકા અને નગરજનોના સહયોગથી નગરીય શાસનમાં લોકોની ભાગીદારી મજબૂત બનાવવાના પ્રયાસ તરીકે નગરપાલિકાની સેવાઓની સમીક્ષા કરાઈ હતી. તેમાં વિવિધ સેવાઓ વિશે નાગરિકોનાં સંતોષ અને પર્યાપ્તતાનું સ્તર શું છે તે જણાવાયું હતું.
ધોળકા નગરના વિવિધ વોર્ડમાં આ સર્વેક્ષણ હાથ ધરાયું હતું. ધોળકા નગરના નાગરિકો નગરપાલિકાની સેવાઓ અંગે ખૂબ જ અસંતોષ તે સમયે ધરાવતા હતા. જો કે દરેક વોર્ડમાં સંતોષની માત્રા જુદી જુદી હતી.