સંપર્ક :
  ધોળકા નગરપાલિકા
  ટાવર બજાર, ધોળકા
  જી. અમદાવાદ
 
ફોન નબર :
   (૦ર૭૧૪)
   રરરર૬ર/
   રરર૦૭પ
 
જોવાલાયક સ્થળો :-
 
ધોળકા શહેરના ધાર્મિક તેમજ ઐતિહાસિક જોવાલાયક સ્થળો :-
 
મલાવ તળાવ
       ગુજરાતનાં ગણ્યાંગાંઠયા સુંદર તળાવોમાં મલાવ તળાવની બાંધણી અગ્રસ્થાને છે. આ તળાવ ઈ.સ. ૧૦પ૦ માં બંધાયું હોવાનો અંદાજ છે. આ તળાવનું ક્ષોત્રફળ ૪૬ એકર છે અને વ્યાસ ૪૦૦વાર છે. એની બાંધણી પાટણના સહસ્ત્રલિંગ અને વિરમગામના મુનસર તળાવને મળતી આવે છે. આ તળાવની ચારેબાજુ પગથિયાની ફરસબંધી છે. આ તળાવને ચાર ઓવારા અને તેના પર દેરીઓ હશે તેમ માનવામાં આવે છે.તળાવની મધ્યમાં એક વિહાર બંગલી છે.ત્યાં જવા માટે પથ્થરનો એક પુલ બાંધેલો છે. તળાવના પાણી આવવાના માર્ગમાં તળાવની નજીક એક રુદ્રકુંડ બાંધવામાં આવ્યો છે. તેનો વ્યાસ આશરે ૮વારનો છે. આ કુંડની ચારે બાજુએ પથ્થરમાંથી કંડારીને ૧૧ રુદ્રને બેસાડવામાં આવ્યા છે. જયારે રુદ્રકુંડ ભરાઈ રુદ્રોના મુખ સુધી પાણી આવે ત્યારે તળાવ સંપૂર્ણ ભરાઈ ગયેલું હોય છે.
 
ખાન મસ્જીદનો ટોડો તથા ખાન તળાવ
 
       આ મસ્જિદ મહંમદ બેગડાના બીજા દરવારી અલેફખાન ભુકાલીએ હિજરી સં.૯૧૯ માં બંધાવી હતી. આ મસ્‍િજદની બાંધણી સ્થાપત્ય કળાની દષ્ટ‍િએ આજે હિંદભરના ઈંટ-ચૂનાનાં સ્થાપત્યોમાં ગૌસ્વરૂપ બની રહી છે.આ મસ્‍િજદમાં જે ઈંટ અને ચૂનાના ત્રણ વિશાળ ઘુમ્મટો બાંધવામાં આવ્યા છે તેવા ભાગ્યેજ કયાંક જોવા મળે. આ મસ્‍િજદની ઈમારત ૧રપ ફૂટ ઉંચી છે ને ધોળકાની સૌથી ઉંચી ઈમારત છે.આ મસ્‍િજદને અડીને ખાન-સરોવર આવેલું છે.
 
કલીકુંડ પાર્શ્‍વનાથ મંદિર (જૈન મંદિર)
 
      મુનિશ્રી રાજેન્દ્રવિજયજી તથા મુનિશ્રી રાજશેખર વિજયજી વિ.સં.ર૦૩રમાં ધોળકામાં પધાર્યા ત્યારે ભોલાપોળમાં આવેલા આદિનાથના દેરાસરના ભોંયરામાં બિરાજમાન શ્રી કલીકુંડ પાર્શ્‍વનાથ ભગવાનના દર્શન કરતાં તેઓને ધોળકામાં ભવ્યતીર્થ બનાવવાની અંત:સ્ફૂર્ણા થઈ હતી. તેના ફળ સ્વરૂપે ખાતમુહૂર્ત શેઠ શ્રી ચિતરંજનભાઈ દામોદરદાસ શાહ તથા તેમના પત્ની શ્રીમતી સરલાબહેનના વરદ્દ હસ્તે કરવામાં આવ્યુ હતું. જિનાલયનું બાંધકામ થયા બાદ તા.ર૬/૦ર/૧૯૮ર ના દિને શ્રી કલીકુંડ પાર્શ્‍વનાથ ભગવાનની પ્રતિષ્ઠા કરવામાં આવી હતી. આ તીર્થધામમાં જ્ઞાનમંદિર, ધર્મશાળા, ભોજનશાળા, આરાધના ભુવન, ચંપાવિહાર, યાત્રિક ભવન, આયંબિલ ભવન, ભાતીખાનું વગેરેનું નિર્માણ થયું છે. દર વર્ષે હજારોની સંખ્યામાં જૈનો અને જૈનેતર ભાવિકો આ પવિત્ર તીર્થધામમાં દર્શનાર્થે આવે છે.
 
પાંચ પાંડવોની શાળા ( બહેલોલખાન ગાજીની મસ્જીદ)
 
        બહેલોલખાન ગાજીની મસ્‍િજદ ઇ.સ. ૧૩૩૩ માં બંધાઈ હોવાનું મનાય છે. આ સમયે ગુજરાતમાં મહમદ તઘલખના સુબા અલયખાનની સત્તા પ્રવર્તતી હતી. આ મસ્‍િજદનો વચલો ઘુમ્મટ બાજુના ઘુમ્મટો કરતાં ઉંચો છે અને એમાં જમણી બાજુએ જનાન (સ્ત્રીઓ) માટે પથ્થરની જાળીવાળો અલાયદો ખંડ કાઢેલો છે. દિલ્હીના સુલતાન મહમદ તઘલખ (૧૩રપ-૧૩પ૧)ના રાજયકાળ દરમ્યાન બહેલોલખાન ધોળકાનો કાઝી જે ન્યાયાધીશ હતો. પુરુષોના નમાઝ સ્થાનની સાતેક ફૂટ ઉંચી ઓટલાની બેઠકને પુષ્પો અને સ્વસ્ત‍િકોની પથ્થરની સુંદર જામીન જાળીને પડદાથી અલગ પાડીને સ્ત્રીઓ માટેનું નમાઝનું સ્થાન બનાવવમાં આવ્યું છે.
સ્ત્રીઓ માટેના નમાઝ સ્થાનનો આરંભ સર્વ પ્રથમ ધોળકાની આ મસ્‍િજદમાંથી શરૂ થયો હોય તેવું લાગે છે.
 
સ્વામિનારાયણ ભગવાનનું પ્રસાદીનું મોરલી મનોહર દેવનું મંદિર
 
       વિ.સંવત ૧૮૮૮ના કારતક વદ પ ને દિવસે ધોળકાના વતની અને શ્રીજી મહારાજના પરમ ભકત સ્વ. શ્રી રેવાશંકર વ્યાસ જાતે વડતાલ ગયા હતા અને સહજાનંદ સ્વામી - શ્રીજી મહારાજને ધોળકા તેડી લાવ્યા હતા. તેઓએ તેમનું રહેવાનું મકાન મુરલિમનોહર દેવને પધરાવવા માટે અર્પણ કર્યું અને પોતાની વાડી દેવને અર્પણ કરી. તેના પર સ્વામીનારાયણ સંપ્રદાયનું શિખરબંધી મંદિર બંધાયું. શ્રીજી મહારાજ શ્રી સહજાનંદ સ્વામી ધોળકા નગરમાં પાંચ વખત પધારેલા હતા.
 
 
પ્રમુખ સ્વામિ મહારાજનું સ્વામિનારાયણ મંદિર
 
        સંત શ્રી પ્રમુખસ્વામીજીની પ્રેરણાથી ધોળકા ખેડા હાઈવે પર ભગવાન સ્વામીનારાયણના એક ભવ્ય મંદિરનું નિર્માણ કરવામાં આવ્યું છે. આ મંદિરમાં ભગવાનની મૂર્તિઓની પ્રતિષ્ઠા વિધિ તા. ર૩/૧૧/ર૦૦૧ ના દિને કરવામાં આવી હતી.
 
જુમ્મા મસ્જીદ,નગીના મસ્જીદ,ટાંકા મસ્જીદ
 
       આ મસ્જિદમાં નીચે મોટું ટાંકુ હોવાથી તે ટાંકા મસ્જિદ તરીકે પણ ઓળખાય છે. આ મસ્જિદમાં એક અરબી, એક ફારસી અને એક અરબી - ફારસી મિશ્ર ભાષામાં લખાયેલા ત્રણ શિલાલેખો ફિરોજશાહ તઘલખાના શાસનકાળના હોવાનું મનાય છે. જો કે આ જૂની જામા મસ્જિદ મલિક મુફર્રહઅલ-સુલતાનીએ ઈ.સ. ૧૩૬૧માં બંધાવી હોવાનો લેખ લખેલો છે. આ મસ્જિદના મોટા લંબચોરસ ખંડમાં જે મસ્જિદનું દિવાન ઉપજાવામાં આવ્યું છે તે વિશાળ ખંડને સ્થાનિક લોકવાયકા ભીમના રસોડા તરીકે ઓળખાય છે. મસ્જિદની બાંધણી પરથી એનું મૂળ મકાન કોઈ જેને દેરાસરનું કે ઉપાસરાનું હશે તેવું લાગે છે.
 
ચંદ્રમૌલીશ્વર મહાદેવ
 
        ગુજરાતમાં આવેલા મહાદેવના મંદિરોમાં ચંદ્રમૌલીશ્વર મહાદેવનું સ્થાન અનોખું છે. લિંગ આકારના નાના મોટા પરપોટા (સ્ફટિક) જેવા જણાતા પથ્થરોના ઝૂમાઓ મહાદેવના લિંગનું સ્વરૂપ ધારણ કર્યું છે. વિવિધ શિવલિંગોના ઝૂમખા પૈકી એક શિવલિંગ પર કળાની અસર થાય છે. શિવલિંગ મંદિરની અંદર હોવા છતાં ચંદ્રકળાની ‍િલંગ પર થતી અસર આશ્ચર્ય પેદા કરે છે.ચંદ્રની કળાની સાથે શિવલિંગ પરની સફેદ છાપમાં જે વધઘટ થાય છે તેને કારણે આ મંદિર ચંદ્રમૌલીશ્વર નામે પ્રસિધ્ધ છે. પાણીના પરપોટા જેવાં શિવલિંગોના ઝૂમા દેખાતા હોવાથી તેને પરપોટેશ્વર (પરપોટિયા) મહાદેવ પણ કહેવામાં આવે છે.
 
ધોળકા તાલુકાના ધાર્મિક તથા અન્ય જોવાલાયક સ્થળો :-
 
૧. ગણેશજીનું મંદિર,મુ. ગણેશ ધોળકા (ગણપતિપુરા)
ર. અરણેજ બુટ ભવાની માતાજીનું મંદિર,મુ.અરણેજ
૩. હડપ્પન સંસ્કૃતિના અવશેષોનું મ્યુઝીયમ,મુ. લોથલ
૪. સપ્ત નદીઓનું સંગમ સ્થળ :- મુ. વૌઠા
પ. ગોધનેશ્વર મહાદેવ, મુ. ગોધનેશ્વર
૬. બુટ ભવાની માતાજીનું મંદિર તથા વાવ,ત્રાંસદ રોડ
૭. ચંડીનાથ મહાદેવ તથા બ્રહમાણી માતાજીનું મંદિર,મુ.ચંડીસર
 
 
 
 
 
ગણેશજીનું મંદિર
 
દેરાસર
 
ખાન મસ્જિદ
 
મીની પાલીતાણા - ધોળકા
 
 
 
નોંધ: આ વેબસાઈટ પર દશાર્વેલ માહિતી,આંકડા કે રકમ નગરપાલિકાના રેકોર્ડ પરથી લીઘેલ છે.પરંતુ શરતચૂક કે અન્ય કારણસર કોઈ પણ પ્રકારની માહિતીમાં ખામી કે ભૂલ હોય તો નગરપાલિકાના રેકોર્ડ પરની માહિતી સાચી ગણવી. આ અંગે વેબસાઈટને કોઈ પણ પ્રકારે જવાબદાર ઠેરવી શકાશે નહી.
 
 
 
 
© 2014 Dholka nagar palika, Inc. All Rights Reserved
   
Designed By: