સપ્ટેમ્બર ર૦૦૦માં ઉગતી વિકાસ શકીષણ સંગઠન ધ્વારા ધોળકા નગરપાલિકા અને નગરજનોના સહયોગથી નગરીય શાસનમાં લોકોની ભાગીદારી મજબૂત બનાવવાના પ્રયાસ તરીકે નગરપાલિકાની સેવાઓની સમીક્ષા કરાઈ હતી. તેમાં વિવિધ સેવાઓ વિશે નાગરિકોનાં સંતોષ અને પર્યાપ્તતાનું સ્તર શું છે તે જણાવાયું હતું. ધોળકા નગરના વિવિધ વોર્ડમાં આ સર્વેક્ષણ હાથ ધરાયું હતું. ધોળકા નગરના નાગરિકો નગરપાલિકાની સેવાઓ અંગે ખૂબ જ અસંતોષ તે સમયે ધરાવતા હતા. જો કે દરેક વોર્ડમાં સંતોષની માત્રા જુદી જુદી હતી. |