ગુજરાત સરકારશ્રી ધ્વારા ધોળકાથી ૩૦ કી.મી.ના અંતરથી સ્પે.ઈન્વેસ્ટમેન્ટ રિજિયન (ધોલેરા સર) તરીકે જાહેર કરી ધોળકા-ધોલેરાના આજુબાજુના વિસ્તારને આવરી લીધેલ છે. ધોલેરા સર એક આધુનિક નગરના રૂપે વિકસાવવાનું છે. જેના થકી ગ્રામ્ય વિસ્તારમાં ગામડાંનો આત્મા અને શહેરની સુવિધાનુ રૂર્બનાઈઝેશન (ગ્રામ્ય શહેરી કરણ) મોડલ અપનાવવાથી ગામડાં ભાગતાં અટકશે તેમજ શહેરો પરનું ભારણ અટકશે.ધોલેરા સર જયાં કલ્પસર પીવાના પાણીનો પ્રોજેકટ સાકાર થતાં ગુજરાતની ૧૦૦ વર્ષ સુધીના પીવાના પાણીની તકલીફ રહેશે નહીં. તેમજ રાજય સરકારશ્રીએ ધોળકા નજીકમાં આવેલ ફેદરા ગામે કારગો એરપોર્ટનું નિર્માણ કરવાનુ તેમજ ધોલેરા બંદરને વિકસાવવાનું નકકી કરેલ છે તેમજ અમદાવાદથી ભાવનગર વાયા ધોળકા-ધોલેરા થઈ ફોર લેઈન હાઈવે બનાવવાનું નકકી થયેલ છે. તેથી ધોળકા શહેર ઔદ્યોગિક વિકાસનું કેન્દ્ર બનશે.અને ધોળકા-ધોલેરા વિસ્તારોને રોજગારીની અનેક સુવિધાઓ ઉભી થશે. |