ઈ.સ. ૧ર૭૬માં ધોળકાના રાજવી વીર ધવલે વસ્તુપાલ અને તેજપાલને મંત્રીપદે નીમ્યા ત્યારથી તેઓએ સુંદર વહીવટ ચલાવીને ભવ્ય જૈન મંદિરોનું નિર્માણ કર્યું હતું અને ત્યારથી ધોળકા જૈન પ્રવૃતિનું કેન્દ્ર બન્યું. વસ્તુપાલ અને તેજપાલે વિધ્યાપ્રચારને સૌથી વધુ વેગ આપ્યો. વસ્તુપાલ કે વીર યોધ્ધો અને નિપુણ રાજપુરુષ હોવા ઉપરાંત સાહિત્ય વિવેચક અને કવિ હતો. તેણે અનેક મહાકાવ્યો, સ્ત્રોતો, સુભાષિતો તથા સુકિતઓ લખ્યાં હતાં. |