ધોળકા નગર ર૦.૬' અને રર.૧૪ ઉત્તર અક્ષાંશ તથા ૭ર.૦૦ અને ૭૩.૦૦ પૂર્વ રેખાંશ વચ્ચે આવેલુ છે. ધોળકા નગરની ઉત્તરે ૪ર કિ.મી.ના અંતરે અમદાવાદ મહાનગર આવેલ છે. પૂર્વે ર૯કિ.મી.ના અંતરે ખેડા આવેલ છે. દક્ષિણે ધોલેરા બંદર તથા હડપ્પન સંસ્કૃતિના અવશેષનુ લોથલ તેમજ ગણેશજીનું જમણી સુંઢનુ મંદિર,મુ.ગણેશ ધોળકા (ગણપતિપુરા),બુટ ભવાની માતાજીનું મંદિર,અરણેજ આવેલ છે. તથા પશ્ચિમે અમદાવાદ-બોટાદ રેલ્વે લાઈન આવેલ છે. ધોળકા નગર ૧પ.ર૯ ચો.કિ.મી.ના ઘેરાવામાં આવેલ છે. |